France આગળ ઝૂક્યું પાકિસ્તાન, આખરે મંત્રી Shireen Mazari એ ડિલીટ કરી વિવાદિત ટ્વીટ
ફ્રાન્સ(France)ના વિરોધ આગળ આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું અને પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મઝારી (Shireen Mazari)એ પોતાની વિવાદિત ટ્વીટ ડિલીટ કરી.
ઈસ્લામાબાદ: ફ્રાન્સ(France)ના વિરોધ આગળ આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું અને પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મઝારી (Shireen Mazari)એ પોતાની વિવાદિત ટ્વીટ ડિલીટ કરી. આ ટ્વીટમાં તેમણે ફ્રાન્સ પર નિશાન સાંધતા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron)ની સરખામણી નાઝી સાથે કરી હતી.
કોરોનાના ભય વચ્ચે હવે આ નવા ચેપી રોગથી ફફડાટ, સેંકડો માછીમારો ક્વોરન્ટાઈન
ભૂલ સુધારી લીધી છે
મઝારીએ રવિવારે કહ્યું કે મે જે લેખનો હવાલો આપ્યો હતો, તેમાં સુધારો કરી લેવાયો છે. આ સાથે મે પણ મારી ટ્વીટ હટાવી લીધી છે, જેના પર આપત્તિ જતાવવામાં આવી હતી. ફ્રાન્સ સરકારે પાકિસ્તાનના માનવાધિકાર મંત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે ઈસ્લામાબાદ પાસે આ નિવેદન બદલ સ્પષ્ટતા માંગીને આ ટિપ્પણીઓને સુધારવા અને સન્માનના આધારે વાતચીત આગળ વધારવા કહ્યું હતું. ફ્રાન્સના વિરોધ આગળ નમતું ઝોખીને શિરીન મઝારીએ પોતાની વિવાદિત ટ્વીટ હવે ડિલીટ કરવી પડી.
ઈન્ટરપોલની ચેતવણી, દુનિયાના દિગ્ગજ રાજનેતાઓ પર મોટું જોખમ
નફરત ફેલાવતું નિવેદન
પાકિસ્તાની કેબિનેટ મંત્રી શિરીન મઝારીએ શનિવારે એક સ્ટોરીની લિંક શેર કરતા લખ્યું હતું કે, "મેક્રોન મુસલમાનો સાથે એવો વ્યવહાર કરી રહ્યા છે જેવો દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓએ યહૂદીઓ સાથે કર્યો હતો." પાકિસ્તાની મંત્રીની આ ટ્વીટ પર ફ્રાન્સે તરત જ પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેને હટાવવાની માગણી કરી હતી. ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ શબ્દો ધૃણાથી ભરેલા, નફરત ફેલાવનારા અને એકદમ જૂઠ્ઠા છે, હિંસાની વિચારધારા સાથે જોડાયેલા છે. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે અમે તેનો વિરોધ કરીએ છીએ અને આવી વાતો આ સ્તર પર કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી.
ડોકલામ પાસે ગામ વસાવ્યું હોવાના ચીનના દાવાને ભૂટાને ફગાવ્યો, જાણો શું કહ્યું?
વિરોધમાં પાકિસ્તાન સૌથી આગળ
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ ખુબ જ વિરોધ પ્રદર્શન થયા છે. કટ્ટરપંથી સંગઠન તહરીક એ લબ્બૈકે પ્રદર્શનના નામ પર ઈસ્લામાબાદમાં ખુબ કોહરામ મચાવીને ફ્રેન્ચ દૂતને દેશમાંથી બહાર કાઢી મૂકવાની માગણી કરી હતી, જેના પર ઈમરાન ખાન સરકાર સહમત પણ થઈ ગઈ છે. આ ઉપરાંત ફ્રેન્ચ ઉત્પાદનોના બહિષ્કારનું પણ સરકારે સમર્થન કર્યું છે. ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટુન દેખાડવાને લઈને તમામ મુસ્લિમ દેશ ફ્રાન્સની વિરુદ્ધ થઈ ગયા છે. જેમાં પાકિસ્તાન અને તુર્કી સૌથી આગળ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube